Skip to main content

શું તમે પાંડવો ની ગુપ્ત ગુફાઓ અને એમના જીવનકાળ વિશે બધુંજ જાણો છો?

શું તમે પાંડવો ની ગુપ્ત ગુફાઓ અને  એમના જીવનકાળ વિશે બધુંજ જાણો છો?

કદાચ હા કે પછી ના? સપષ્ટ પણે ના કહી શકાય. ચાલો આજે હું તમને પાંડવો ની એક ગુપ્ત ગુફા વિશેની માહિતી આપીશ અને હું તમને એક વાત ચોક્કસ પણે કહી શકું કે  આ  લેખ વાંચી  ને તમે આ ઐતિહાસિક સ્થળ પર જવા માટે જરૂર થી વિચાર કરશો.  

આપણે મહાભારત વિશે ની કથા બાળપણ થી આપણા દાદા દાદી, વડીલો  કે પછી માતાપિતા થી સાંભળતા આવિયા છીએ અને એમાં પાંડવો ના વનવાસ વિશે પણ બધાને ખબર જ હશે. એવું કહેવામાં આવે છે કે પાંડવો પોતાના વનવાસ દરમિયાન પાંડવ નામ ના ગામ માં આવેલી ગુફાઓ માં પણ ગુપ્ત રીતે વસવાટ કરતા હતા. 

પાંડવ ગામ એ ભારત દેશના ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકાનું એક નાનું ગામ છે. તે પાલનપુરથી જિલ્લાના મુખ્ય કવાર્ટરથી દક્ષિણ તરફ 19 કિ.મી. સ્થિત છે.

પાંડવ ગામ ની , ઉત્તર તરફ પાલનપુર, દક્ષિણ તરફ ખેરાલુ, પૂર્વ તરફ સતલાસણા તાલુકાનો થી ઘેરાયેલ છે. વસાઈ ગામ એ પાંડવ ગામની એકદમ નજીક માં આવેલું ગામ છે .

ત્યાં પાંડવો ની કુળદેવી ચામુંડા માં , મોકેશ્વર મહાદેવનું મંદિર , હર સિદ્ધિ  માતા નું  મંદિર અને  મોકેશ્વર ડેમ પણ  આવેલ  છે જ્યાં સરસ્વતી નદીનું પાણી વહે છે. મોટી સંખ્યામાં લોકો શ્રાદ્ધ માં તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે આવે છે. અહીં એક પ્રાચીન ગુફા પણ છે જેને પાંડવ ગુફા તરીકે ઓળખવામાં આવે છે. 

એવું કહેવામાં આવે છે કે 'શત્રંજ' ની રમતમાં પાંડવો એ બધી માલ મિલકત  અને સંપત્તિ ગુમાવ્યા પછી, પાંડવોએ બાર વર્ષ જંગલમાં જવું પડ્યું, જેના પછી તેઓએ એક વર્ષ અજ્ઞાત વાસ માં પસાર કરવો પડ્યો.

તેરમા વર્ષે, પાંડવો, ગાઢ  જંગલો અને ઊંચા પર્વતોની સફર કર્યા પછી, બનાસકાંઠા જિલ્લામાં એક સ્થળે પહોંચ્યા. પર્વતોથી ઘેરાયેલા સુખદ નદી કાંઠા અને મોહક સૂર્યાસ્તને જોઈને થાકેલા યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે તેમને લાગે છે કે તેમના માટે આ સ્થળ યોગ્ય છે. કેમકે ત્યાં જીવન જરૂરિયાત માટે ની બધી જ સુવિધા ઉપલ્ભધ હતી અને  એમને ત્યાં ખુબજ શાંતિ નો અનુભવ થયી રહ્યો હતો જાણે ધરતી ના સવર્ગ માં ના આવી ગયા હોય!. પછી ચારેય ભાઈઓ અર્જુન, ભીમ, સહદેવ અને નકુલ સંમત થયા કારણ કે તે સ્થળ વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને રહેવાનું યોગ્ય હતું.

યુધિષ્ઠિરે ભગવાન શિવને પ્રાર્થના કર્યા વિના સવારે કંઈપણ ખાધું ન હોવાથી ભીમ શિવ મંદિરની શોધ માટે નીકળ્યા. લાંબી શોધખોળ કર્યા પછી પણ તેમને શિવ મંદિર માટે નું કોઈ સ્થાન  મળ્યું નહિ અને તેમને ચિંતા હતી કે શપથ લીધા વિના  તેમના મોટા  ભાઈને ભૂખ્યા રહેવું પડશે. ત્યારબાદ તેમણે ભગવાન શ્રી કૃષ્ણ વિશે વિચાર કર્યો અને પર્વત ખોદવાનું શરૂ કર્યું. તેમને એક મોટો ખોખલો ખોદ્યો, તેમાં શિવલિંગ સ્થાપિત કર્યું, તેમના ભાઈને સ્થળ પર લાવ્યા અને શિવલિંગની આગળ પ્રાર્થના કરી. યુધિષ્ઠિરને આવા ભવ્ય સ્થળે એક સુંદર શિવલિંગ જોઇને ખૂબ આનંદ થયો. પાંડવોએ આ સ્થાન પર તેમના અગત્યવાસ નો લાંબો સમય ગાળ્યો હતો.

આ સમયગાળા દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની મહાશક્તિઓનો ઉપયોગ કરીને પાંડવોના ઠેકાણા શોધી કાઢ્યા અને તેમને મળવા આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણની શુભ ઉપસ્થિતિમાં, પાંડવોએ તેમના પિતાનો શ્રાદ્ધ કર્યો અને તેમનો આત્મા મુક્ત થયો. આ જ કારણ છે કે તે સ્થળ મુક્તેશ્વર તરીકે પણ ઓળખાય છે. શ્રાદ્ધના સમયગાળામાં સેંકડો યાત્રાળુઓ આ મંદિરની મુલાકાત લે છે.

આ લેખ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સ માં લખી ને જણાંવવા વિનંતી.

મારા આવા જ માહિતી ભર્યા લેખો વાંચવા માટે નીચે જણાવેલ લિંક પર ક્લિક કરો. https://thecluemaster.blogspot.com/  


                                                                                          લેખક : શ્રી જતીન પંચાલ 

                                                                         

Comments

Popular posts from this blog

New CTC structure as per new wage code

Summary Your net take home salary might be reduced. Your provident fund and gratuity components are set to rise Paying more than 40% of your take-home salary as loan EMI? After the implementation of the new wage code companies will have to restructure pay packages of employees following which their take-home salary will reduce New Delhi : From April 2021, take-home salary of private sector employees is set to fall as companies need to restructure pay packages of employees as per the new wage rules. The government has notified the draft rules under the Code on Wages 2019. As per the new compensation rules, allowances can not be more than 50% of the total compensation. It means, that the basic pay (in government jobs, basic pay plus dearness allowance) will have to be 50% or more of total pay from April. Typically, most of the companies keep the non-allowance part of employee's pay package at less than 50% to reduce their EPF and gratuity liability. But after the implementation of ...

The new coronavirus variant in Britain

  The rapid spread of the new version of COVID-19 in parts of southern England has become a major stressor, and hospitalization rates have increased significantly, especially in London and near Kent. A new version of the pandemic SARS-CoV-2 coronavirus is spreading rapidly in the UK and is indicating a high degree of concern among European neighbors, with result of this some countries cutting off all flights to Britain  Some experts state that this is not the first new version of the virus referred to as the B.1.1.7 lineage, but is said to be up to 70% more permeable than the former major strain in the United Kingdom.  Did this new version originate in the UK?  Valence said that on Saturday he felt U.K. A new version can be started in.  Some scientists in Europe attribute British expertise in genomic surveillance to the identification of mutations. "The UK has the most comprehensive genetic surveillance program in the world - 5% to 10% of all virus samples are ...